અભ્યાસક્રમ
અભ્યાસક્રમ
દ્રવ્ય અને તેનો સ્વભાવ, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત: પરમાણુ, અણુ, તત્વ અને સંયોજનની સંકલ્પના; રાસાયણિક સંયોગીકરણના નિયમો. પરમાણ્વીય અને આણ્વીય દળ, મોલ સંકલ્પના, મોલર દળ, ટકાવાર પ્રમાણ, પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો; રાસાયણિક સમીકરણો અને તત્વયોગમિતિ.
વિદ્યુતચુંબકીય વિકિરણનો સ્વભાવ, ફોટોઇલેક્ટ્રિક અસર; હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો - તેની અભિધારણાઓ, ઇલેક્ટ્રોનની ઊર્જા અને જુદી જુદી કક્ષાઓની ત્રિજ્યાના સંબંધોની તારવણી, બોહરના નમૂનાની મર્યાદાઓ. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, દ-બ્રોગ્લીનો સંબંધ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રના પ્રારંભિક ખ્યાલો, પરમાણુનો ક્વૉન્ટમ યાંત્રિકીય નમૂનો અને તેની અગત્યની લાક્ષણિકતાઓ. પરમાણ્વીય કક્ષકોની સંકલ્પના (એક-ઇલેક્ટ્રોન તરંગ વિધેય તરીકે); 1s અને 2s કક્ષકો માટે r સાથે Ψ અને Ψ² નો ફેરફાર. વિવિધ ક્વૉન્ટમ આંક (મુખ્ય, કોણીય વેગમાન અને ચુંબકીય ક્વૉન્ટમ આંક) અને તેમનું મહત્વ. s, p અને d કક્ષકોના આકાર, ઇલેક્ટ્રોન ભ્રમણ અને ભ્રમણ ક્વૉન્ટમ આંક: કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાના નિયમો - આઉફબાઉનો સિદ્ધાંત, પૌલીનો નિષેધનો નિયમ અને હુંડનો નિયમ, તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, અર્ધ-ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની વધારાની સ્થાયિતા.
રાસાયણિક બંધન નિર્માણ માટે કોસેલ-લુઇસ અભિગમ, આયનીય અને સહસંયોજક બંધની સંકલ્પના.
આયનીય બંધન: આયનીય બંધનું નિર્માણ, તેને અસર કરતા પરિબળો; લેટિસ એન્થાલ્પીની ગણતરી.
સહસંયોજક બંધન: વિદ્યુતઋણતાની સંકલ્પના, ફજાનનો નિયમ, દ્વિધ્રુવીય ચાકમાત્રા; સંયોજકતા કોશ ઇલેક્ટ્રોન-યુગ્મ અપાકર્ષણ (VSEPR) સિદ્ધાંત અને સાદા અણુઓના આકાર.
ક્વૉન્ટમ યાંત્રિકીય અભિગમ: સંયોજકતા બંધનવાદ - તેની અગત્યની લાક્ષણિકતાઓ, s, p અને d કક્ષકોને સમાવતા સંકરણની સંકલ્પના; સંસ્પંદન.
આણ્વીય કક્ષકવાદ: તેની અગત્યની લાક્ષણિકતાઓ, LCAO, આણ્વીય કક્ષકોના પ્રકાર (બંધકારક, પ્રતિબંધકારક), સિગ્મા અને પાઈ-બંધ, સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોનીય રચના, બંધ ક્રમાંક, બંધ લંબાઈ અને બંધ ઊર્જાની સંકલ્પના.
ધાત્વીય બંધનો પ્રાથમિક ખ્યાલ. હાઇડ્રોજન બંધ અને તેની ઉપયોગિતા.
ઉષ્માગતિશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો: પ્રણાલી અને પર્યાવરણ, માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો, અવસ્થા વિધેયો, પ્રક્રમોના પ્રકાર. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ - કાર્ય, ઉષ્મા, આંતરિક ઊર્જા અને એન્થાલ્પીની સંકલ્પના, ઉષ્માધારિતા, મોલર ઉષ્માધારિતા; હેસનો ઉષ્મા સંકલનનો નિયમ; બંધ વિયોજન, દહન, સર્જન, પરમાણ્વીયકરણ, ઊર્ધ્વપાતન, કલા રૂપાંતરણ, જલીયકરણ, આયનીકરણ અને દ્રાવણની એન્થાલ્પીઓ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ - પ્રક્રમોની સ્વયંસ્ફુરણા; સ્વયંસ્ફુરણા માટેના માપદંડ તરીકે બ્રહ્માંડનો ΔS અને પ્રણાલીનો ΔG. ΔG° (પ્રમાણિત ગિબ્સ ઊર્જા ફેરફાર) અને સંતુલન અચળાંક.
દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ - મોલાલિટી, મોલારિટી, મોલ અંશ, ટકાવાર પ્રમાણ (કદ અને દળ બંનેથી), દ્રાવણોનું બાષ્પદબાણ અને રાઉલ્ટનો નિયમ - આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો, બાષ્પદબાણ-સંઘટન આલેખો; મંદ દ્રાવણોના સંખ્યાત્મક ગુણધર્મો - બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો, ઠારબિંદુ અવનયન, ઉત્કલનબિંદુ ઉન્નયન અને અભિસરણ દબાણ; સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરી આણ્વીય દળનું નિર્ધારણ; મોલર દળનું અપસામાન્ય મૂલ્ય, વૉન્ટ હૉફ અવયવ અને તેનું મહત્વ.
સંતુલનનો અર્થ, ગતિશીલ સંતુલનની સંકલ્પના. ભૌતિક પ્રક્રમોમાં સંતુલન: ઘન-પ્રવાહી, પ્રવાહી-વાયુ અને ઘન-વાયુ સંતુલન, હેન્રીનો નિયમ. રાસાયણિક પ્રક્રમોમાં સંતુલન: રાસાયણિક સંતુલનનો નિયમ, સંતુલન અચળાંકો (Kp અને Kc) અને તેમનું મહત્વ, રાસાયણિક સંતુલનમાં ΔG અને ΔG° નું મહત્વ, સંતુલનને અસર કરતા પરિબળો - સાંદ્રતા, દબાણ, તાપમાન, ઉદ્દીપકની અસર; લ-શૅટેલિયરનો સિદ્ધાંત. આયનીય સંતુલન: નિર્બળ અને પ્રબળ વિદ્યુતવિભાજ્યો, તેમનું આયનીકરણ, એસિડ અને બેઇઝની વિવિધ સંકલ્પનાઓ (આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ-લૉરી અને લુઇસ) અને તેમનું આયનીકરણ, એસિડ-બેઇઝ સંતુલન અને આયનીકરણ અચળાંકો, પાણીનું આયનીકરણ. pH માપક્રમ, સમાન આયન અસર, ક્ષારનું જળવિભાજન અને તેમના દ્રાવણોની pH, અલ્પદ્રાવ્ય ક્ષારોની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર, બફર દ્રાવણો.
ઑક્સિડેશન અને રિડક્શનની ઇલેક્ટ્રોનીય સંકલ્પનાઓ, રેડોક્ષ પ્રક્રિયાઓ, ઑક્સિડેશન આંક અને તેના નિયમો, રેડોક્ષ પ્રક્રિયાઓનું સંતુલન. વિદ્યુતવિભાજનીય અને ધાત્વીય વાહકતા, વિદ્યુતવિભાજનીય દ્રાવણોમાં વાહકતા, મોલર વાહકતા અને સાંદ્રતા સાથે તેનો ફેરફાર: કોહ્લરોશનો નિયમ અને તેની ઉપયોગિતા. વિદ્યુતરાસાયણિક કોષ - વિદ્યુતવિભાજન કોષ અને ગેલ્વેનિક કોષ, વિવિધ પ્રકારના વિદ્યુતધ્રુવો, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ (પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ સહિત), અર્ધ-કોષ અને કોષ પ્રક્રિયાઓ, ગેલ્વેનિક કોષનો emf અને તેનું માપન: નર્ન્સ્ટ સમીકરણ અને તેની ઉપયોગિતા; કોષ પોટેન્શિયલ અને ગિબ્સ ઊર્જા ફેરફાર વચ્ચેનો સંબંધ: સૂકો કોષ અને લેડ સંગ્રાહક કોષ; બળતણ કોષ.
રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો: સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક; પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ, પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા, વેગ નિયમ, વેગ અચળાંક અને તેના એકમો, શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓના વિકલનીય અને સંકલિત સ્વરૂપો, તેમની લાક્ષણિકતાઓ અને અર્ધ-આયુષ્ય સમય, પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર, આર્હેનિયસ સિદ્ધાંત, સક્રિયકરણ ઊર્જા અને તેની ગણતરી, દ્વિઆણ્વીય વાયુરૂપ પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત (તારવણી સિવાય).
આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, s, p, d અને f વિભાગના તત્વો, તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણો - પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, સંયોજકતા, ઑક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા.
સમૂહ 13 થી સમૂહ 18 ના તત્વો
સામાન્ય પરિચય: ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત તથા સમૂહમાં તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામાન્ય વલણો; દરેક સમૂહમાં પ્રથમ તત્વની અનિયમિત વર્તણૂક.
સંક્રાંતિ તત્વો: સામાન્ય પરિચય, ઇલેક્ટ્રોનીય રચના, પ્રાપ્તિ અને લાક્ષણિકતાઓ, પ્રથમ હરોળના સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં સામાન્ય વલણો - ભૌતિક ગુણધર્મો, આયનીકરણ એન્થાલ્પી, ઑક્સિડેશન અવસ્થાઓ, પરમાણ્વીય ત્રિજ્યા, રંગ, ઉદ્દીપકીય વર્તણૂક, ચુંબકીય ગુણધર્મો, સંકીર્ણ સંયોજન નિર્માણ, આંતરાલીય સંયોજનો, મિશ્રધાતુ નિર્માણ; K₂Cr₂O₇ અને KMnO₄ ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો.
આંતરસંક્રાંતિ તત્વો: લેન્થેનોઇડ્સ - ઇલેક્ટ્રોનીય રચના, ઑક્સિડેશન અવસ્થાઓ અને લેન્થેનોઇડ સંકોચન. એક્ટિનોઇડ્સ - ઇલેક્ટ્રોનીય રચના અને ઑક્સિડેશન અવસ્થાઓ.
સવર્ગ સંયોજનોનો પરિચય, વર્નરનો સિદ્ધાંત; લિગેન્ડ, સવર્ગાંક, ડેન્ટિસિટી, કિલેશન; એકકેન્દ્રીય સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ, સમઘટકતા; બંધન - સંયોજકતા બંધનવાદ અને સ્ફટિકક્ષેત્ર સિદ્ધાંતના મૂળભૂત ખ્યાલો, રંગ અને ચુંબકીય ગુણધર્મો; સવર્ગ સંયોજનોનું મહત્વ (ગુણાત્મક પૃથક્કરણમાં, ધાતુઓના નિષ્કર્ષણમાં અને જૈવિક પ્રણાલીઓમાં).
શુદ્ધિકરણ - સ્ફટિકીકરણ, ઊર્ધ્વપાતન, નિસ્યંદન, ભેદનિષ્કર્ષણ અને ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી) - સિદ્ધાંતો અને તેમની ઉપયોગિતા. ગુણાત્મક પૃથક્કરણ - નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજનની પરખ. જથ્થાત્મક પૃથક્કરણ (ફક્ત મૂળભૂત સિદ્ધાંતો) - કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, હેલોજન, સલ્ફર, ફોસ્ફરસનું માપન. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની ગણતરીઓ; કાર્બનિક જથ્થાત્મક પૃથક્કરણમાં આંકડાકીય સમસ્યાઓ.
કાર્બનની ચતુઃસંયોજકતા: સાદા અણુઓના આકાર - સંકરણ (s અને p): ક્રિયાશીલ સમૂહના આધારે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ: સમાનધર્મી શ્રેણી: સમઘટકતા - બંધારણીય અને અવકાશીય સમઘટકતા. નામકરણ (સામાન્ય અને IUPAC). સહસંયોજક બંધનું વિભાજન - સમવિભાજન અને વિષમવિભાજન: મુક્ત મૂલકો, કાર્બોકેટાયન અને કાર્બેનાયન; તેમની સ્થાયિતા, ઇલેક્ટ્રોન-અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનીય સ્થાનાંતરણ - પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદન અને અતિસંયુગ્મન (હાઇપરકોન્જ્યુગેશન). સામાન્ય પ્રકારની કાર્બનિક પ્રક્રિયાઓ - વિસ્થાપન, યોગશીલ, વિલોપન અને પુનર્વિન્યાસ.
વર્ગીકરણ, સમઘટકતા, IUPAC નામકરણ, બનાવટની સામાન્ય પદ્ધતિઓ, ગુણધર્મો અને પ્રક્રિયાઓ.
આલ્કેન: સંરૂપણો: સોહોર્સ અને ન્યુમેન પ્રોજેક્શન (ઇથેનનું); આલ્કેનના હેલોજિનેશનની ક્રિયાવિધિ.
આલ્કીન: ભૌમિતિક સમઘટકતા; ઇલેક્ટ્રોન-અનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ: હાઇડ્રોજન, હેલોજન, પાણી, હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ (માર્કોનિકોવ અને પ્રતિ-માર્કોનિકોવ અસર); ઓઝોનોલિસિસ અને પોલિમરાઇઝેશન.
આલ્કાઇન: એસિડિક લાક્ષણિકતા; હાઇડ્રોજન, હેલોજન, પાણી અને હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ; પોલિમરાઇઝેશન.
એરોમેટિક હાઇડ્રોકાર્બન: નામકરણ, બેન્ઝિન - બંધારણ અને એરોમેટિકતા; ઇલેક્ટ્રોન-અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ: હેલોજિનેશન, નાઇટ્રેશન, ફ્રિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન અને એસાઇલેશન, મોનો-વિસ્થાપિત બેન્ઝિનમાં ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસર.
બનાવટની સામાન્ય પદ્ધતિઓ, ગુણધર્મો અને પ્રક્રિયાઓ; C-X બંધનો સ્વભાવ; વિસ્થાપન પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. ઉપયોગો; ક્લોરોફોર્મ, આયોડોફોર્મ, ફ્રિયોન અને DDT ની પર્યાવરણીય અસરો.
આલ્કોહોલ, ફિનોલ અને ઇથર: આલ્કોહોલ: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની ઓળખ; નિર્જલીકરણની ક્રિયાવિધિ. ફિનોલ: એસિડિક સ્વભાવ, ઇલેક્ટ્રોન-અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ: હેલોજિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન, રિમર-ટિમાન પ્રક્રિયા. ઇથર: બંધારણ.
આલ્ડિહાઇડ અને કિટોન: કાર્બોનિલ સમૂહનો સ્વભાવ; >C=O સમૂહમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, આલ્ડિહાઇડ અને કિટોનની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા; અગત્યની પ્રક્રિયાઓ - કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક; ઑક્સિડેશન; રિડક્શન (વુલ્ફ-કિશ્નર અને ક્લેમેન્સન); α-હાઇડ્રોજનની એસિડિટી, આલ્ડોલ સંઘનન, કેનિઝારો પ્રક્રિયા, હેલોફોર્મ પ્રક્રિયા; આલ્ડિહાઇડ અને કિટોન વચ્ચે ભેદ પારખવા માટેની રાસાયણિક કસોટીઓ.
કાર્બોક્સિલિક એસિડ: એસિડિક પ્રબળતા અને તેને અસર કરતા પરિબળો.
બનાવટની સામાન્ય પદ્ધતિઓ, ગુણધર્મો, પ્રક્રિયાઓ અને ઉપયોગો. એમાઇન: નામકરણ, વર્ગીકરણ, બંધારણ, બેઝિક લાક્ષણિકતા અને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની ઓળખ. ડાયએઝોનિયમ ક્ષાર: સાંશ્લેષિત કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં મહત્વ.
જૈવિક અણુઓનો સામાન્ય પરિચય અને મહત્વ.
કાર્બોહાઇડ્રેટ્સ: વર્ગીકરણ; આલ્ડોઝ અને કિટોઝ: મોનોસેકેરાઇડ (ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ) અને ઓલિગોસેકેરાઇડ (સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ) ના બંધારણીય મોનોસેકેરાઇડ.
પ્રોટીન: α-એમિનો એસિડનો પ્રાથમિક ખ્યાલ, પેપ્ટાઇડ બંધ, પોલિપેપ્ટાઇડ. પ્રોટીન: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ (ફક્ત ગુણાત્મક ખ્યાલ), પ્રોટીનનું વિકૃતિકરણ, ઉત્સેચકો.
વિટામિન: વર્ગીકરણ અને કાર્યો.
ન્યુક્લિક એસિડ: DNA અને RNA નું રાસાયણિક બંધારણ. ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો.
અંતઃસ્રાવો (સામાન્ય પરિચય).
કાર્બનિક સંયોજનોમાં વધારાના તત્વો (નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન) ની પરખ; નીચેના ક્રિયાશીલ સમૂહોની પરખ: હાઇડ્રોક્સિલ (આલ્કોહોલિક અને ફિનોલિક), કાર્બોનિલ (આલ્ડિહાઇડ અને કિટોન), કાર્બોક્સિલ અને એમિનો સમૂહ.
નીચેના સંયોજનોની બનાવટમાં સંકળાયેલ રસાયણ વિજ્ઞાન:
અકાર્બનિક સંયોજનો: મોહરનો ક્ષાર, પોટાશ એલમ.
કાર્બનિક સંયોજનો: એસિટેનિલાઇડ, p-નાઇટ્રોએસિટેનિલાઇડ, એનિલિન યલો, આયોડોફોર્મ.
અનુમાપન સંબંધિત પ્રયોગોમાં સંકળાયેલ રસાયણ વિજ્ઞાન - એસિડ, બેઇઝ અને સૂચકોનો ઉપયોગ, ઓક્ઝેલિક એસિડ વિરુદ્ધ KMnO₄, મોહરનો ક્ષાર વિરુદ્ધ KMnO₄.
ગુણાત્મક ક્ષાર પૃથક્કરણમાં સંકળાયેલા રાસાયણિક સિદ્ધાંતો:
કેટાયન: Pb²⁺, Cu²⁺, Al³⁺, Fe³⁺, Zn²⁺, Ni²⁺, Ca²⁺, Ba²⁺, Mg²⁺, NH₄⁺.
એનાયન: CO₃²⁻, S²⁻, SO₄²⁻, NO₃⁻, Cl⁻, Br⁻, I⁻ (અદ્રાવ્ય ક્ષારો સિવાય).
નીચેના પ્રયોગોમાં સંકળાયેલા રાસાયણિક સિદ્ધાંતો:
CuSO₄ ની દ્રાવણ એન્થાલ્પી.
પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ એન્થાલ્પી.
દ્રવ-અનુરાગી અને દ્રવ-વિરાગી સોલની બનાવટ.
ઓરડાના તાપમાને આયોડાઇડ આયનોની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાનો ગતિકીય અભ્યાસ.
પરીક્ષાનું માળખું
જુના પ્રશ્નપત્રો