4 ગુણના પ્રશ્નો:
બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ આપો અને સાબિત કરો તથા તેની કોઈપણ બે મર્યાદાઓ જણાવો. [MARCH 2018]
અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ લખી તેની સાબિતી આપો. તેના પરથી દ્રાવ્ય પદાર્થનું આણ્વિયદળ શોધવાનું સૂત્ર તારવો. [JULY 2018]
અભિસરણ દબાણ માટેના વોન્ટ-હોકના નિયમો લખી તેનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો અને અભિસરણ દબાણ શોધવાનું સૂત્ર તારવો. [MARCH 2019]
બે તત્ત્વો A અને B, AB2 અને AB4 સૂત્ર ધરાવતાં સંયોજનો બનાવે છે. તેમને 20g બેન્ઝિન (C6H6) માં ઓગાળતાં AB2 નો 1g ઠારબિંદુમાં 2.3K નો ઘટાડો કરે છે. જ્યારે AB4 નો 1g ઠારબિંદુમાં 1.3K નો ઘટાડો કરે છે. બેઝિનનો મોલર અવનયન અચળાંક 5.1K Kg mol-1 છે. A અને B ના પરમાણ્વીય દળ ગણો. [MARCH 2020]
i) 18g ગ્લુકોઝ (C6H12O6) 1kg પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 bar દબાણે દ્રાવણ ક્યાં તાપમાને ઉકળશે? પાણી માટે K = 0.52 k kg mol-1 છે. (C = 12, H = 1, O = 16 gram/mole)
ii) પ્રોટીનનું 200 cm3 જલીય દ્રાવણ 1.26g પ્રોટીન ધરાવે છે. 300k તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 × 10-3 bar જણાયું છે. પ્રોટીનનું મોલર દળ ગણો. [MAY 2021]
1.06 g ml-1 ઘનતા ધરાવતા 0.6 mL CH3COOH લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. ઠારબિંદુમાં અવનયન 0.0205°C અવલોક્તિ કરવામાં આવ્યું. વૉન્ટહોક અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. (kf = 1.86 k kg mol-1 અને CH3COOH નું આણ્વીય દળ 60 g mol-1) [MARCH 2022]
298K તાપમાને ક્લોરોફોર્મ (CHCI3) અને ડાયક્લોરોમિથેન (CH2CI2) ના બાષ્પ દબાણ અનુક્રમે 200mm Hg અને 415mm Hg છે. [MARCH 2023]
298K તાપમાને 50g CHCI3 અને 30g CH2CI2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો અને બાષ્પકલામાં દરેક ઘટકનો મોલઅંશ ગણો. (પ.દળ H = 1, C = 12, Cl = 35.5)
જો 10g CH3CH2CHCICOOH ને 250g પાણીમાં ઉમેરવામા આવે તો પાણીનું ઠારબિંદુ અવનયન ગણો.
(Ka = 1.4×10-3, Kf = 1.86K kgmol-1) [MARCH 2023]
25g બેઝિનમાં ઓગાળેલ 2g બેન્ઝોઈક એસિડ (C6H5COOH) ઠારબિંદુમાં અવનયન બરાબર 1.62K દર્શાવે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક 4.9K kg mol-1 છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે. (બેન્ઝોઈક એસિડનું મોલર દળ = 122 gmol-1) [JULY 2023]
50 ગ્રામ બેન્જિનમાં ઓગાળેલ 4 ગ્રામ બેન્ઝોઈક એસિડ (C6H5COOH) દ્વારબિંદુમાં અવનયન બરાબર 1.62K દર્શાવે છે. બેન્જિન માટે મોલલ અવનપન અચળાંક 4.9 K Kgmol-1 છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલુ હશે? (બેન્ઝોઈક એસિડનું મોલર દળ = 122 ગ્રામ મોલ-1) [MARCH 2023]
બેન્ઝિન અને ટોલ્યુઈન સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 K તાપમાને શુદ્ધ બેન્ઝિન અને ટોલ્યુઈનના બાષ્પદબાણ અનુક્રમે 50.7 mm Hg અને 32.1 mm Hg છે. જો 78 g બેન્ઝિન અને 138 g ટોલ્યુઈન મિશ્ર કરવામાં આવ્યા હોય, તો બાષ્પ અવસ્થામાં બેન્ઝિનનો મોલ અંશ ગણો. (પરમાણ્વીય દળ: C = 12 u, H = 1 u) [JUNE 2024]
જો 20 ગ્રામ CH₃CH₂CHClCOOH ને 500 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠારબિંદુ અવનયન ગણો. Ka=1.4×10⁻³, Kf=1.86K kg mol⁻¹
(પરમાણ્વીય ભાર: H=1u, C=12u, O=16u, Cl=35.5u) [MARCH 2025]
3 ગુણના પ્રશ્નો :
અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમની સાબિતી આપો. [APRIL 2018]
1.0 ગ્રામ બેન્ઝોઇક એસિડને 25 ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતાં તેના દારબિંદુમાં થતું અવનયન 0.81 K હોય તો તેનો સુયોજન અંશ (X) શોધો. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ-1 છે. [JULY 2019]
રાઉલ્ટના નિયમને આધારે પ્રવાહી-પ્રવાહી દ્રાવણના બાષ્પદબાણ માટે સમીકરણ મેળવો તેના તારણો જણાવો. [MARCH 2024]
અભિસરણ અને અભિસરણ દબાણ સમજાવો. દ્રાવણના અભિસરણ દબાણ પરથી દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર તારવો. [JUNE 2024]
ઠારબિંદુની વ્યાખ્યા આપો. ΔTf, Kf અને મોલરદળ વચ્ચેનો સંબંધ દર્શાવતુ સૂત્ર તારવો. [MARCH 2025]