1 ગુણના પ્રશ્નો:
નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે?
(A) 1 g Au(s) (B) 1 g Na(s) (C) 1 g Li(s) (D) 1 g of Cl₂(g)
(Au=197, Na=23, Li=7, Cl=35 .5)નીચેનામાંથી કઈ જોડમાં સમાન સંખ્યામાં પરમાણુઓ છે?
(A) 16 g O₂ (g) અને 4 g H₂(g)
(B) 16 g O₂ (g) અને 44 g CO₂(g)
(C) 32 g O₂ (g) અને 28 g N₂(g)
(D) 32 g O₂ (g) અને 35.5 g Cl₂(g)આપેલ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં લખો : 234.000
આપેલ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં લખો : 0.000000548
એક પદાર્થનું તાપમાન 310 K છે તો ફેરનહીટ માં તે તાપમાન કેટલુ થાય ?
ધારો કે બે તત્વો X અને Y સંયોજાઈને બે પદાર્થો XY₂ અને X₃Y₂ બનાવે છે જ્યારે XY₂ નો 0.1 મોલ 10 ગ્રામ અને X₃Y₂ નો 0.05 મોલ 9 ગ્રામ હોય તો X અને Y નો પરમાણુ દળ શુ થાય ?
(A) 40, 30 (B) 60, 40 (C) 20, 30 (D) 30, 20પદાર્થ A નું દળ (0.05 મિલિગ્રામ હોય તો તેનું કિલોગ્રામમાં દળ કેટલું થાય ?
STP એ 22.4 લીટર હાઈડ્રોજન સાથે 11.2 Cl₂ વાયુ ભેગા થાય તો ઉદભવતા HCI વાયુના મોલ છે
ક્લોરિનનું સરેરાશ પરમાણિય દળ 35.5 ગ્રામ પ્રતિ મોલ છે તો કુદરતમાં ક્લોરિન ના 35Cl અને 37Cl નો ગુણોત્તર ...
(A) 4:1 (B) 3:1 (C) 2:1 (D) 1:1500 ml 0.5 મોલર દ્રાવણમાં ગ્લુકોઝના અણુઓની સંખ્યા કેટલી હશે ?
બે દિવસની કેટલી સેકન્ડ થાય ?
નાઈટ્રોજનના એક પરમાણુનો ગ્રામમાં દળ શોધો ?
પાણીના એક અણુનું ગ્રામમાં દળ શોધો ?
S.T.P એ 4.4 ગ્રામ CO₂ નું દળ શોધો
આપેલ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં લખો. 0.00326
સમાંગ મિશ્રણનું એક ઉદાહરણ આપો .
વિસમાંગ મિશ્રણનું એક ઉદાહરણ આપો.
મોલારીટી ની વ્યાખ્યા લખો.
મોલાલીટી ની વ્યાખ્યા લખો.
AIDS ના દર્દીની સારવાર માટે કયું ઔષધ વપરાય છે?
ઓઝોનના ક્ષયન માટે જવાબદાર રેફ્રિજરન્ટ લખો.
નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે ?
(A) મિશ્રણમાં ઘણા પ્રકારના કણો રહેલા છે.
(B) મિશ્રણનું સંઘટન ચિલત હોતું નથી.
(C) તત્વ એક જ પ્રકારના પરમાણુ ધરાવે છે.
(D) શુદ્ધ પદાર્થનો સંઘટન નિશ્ચિત હોય છે.નીચેનામાંથી કઈ વાક્ય ખોટું છે?
(A) રાસાયણિક ગુણધર્મોના માપન માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે .
(B) ભૌતિક ગુણધર્મના માપન માટે રાસાયણિક ફેરફારની જરૂર નથી.
(C) એસિડિકતા અને બેઝિકતા રાસાયણિક ગુણધર્મો છે.
(D) ભૌતિક ગુણધર્મો પદાર્થની ઓળખ બદલ્યા વગર માપી શકાય છે.એવોગેડ્રો સિદ્ધાંત લખો.
ગુણક પ્રમાણનો નિયમ લખો.
2 ગુણના પ્રશ્નો :
દાખલા કરવાનાં:
કોયડો : 1.5
સ્વાધ્યાય : 1.3,1.6,1.7,1.9,1.10,1.18,1.19,1.20,1.31,1.36
થિયરીમાં:
સમાંગ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત લખો
મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત લખો .
ચોકસાઈ અને પરિશુદ્ધિ ઉદાહરણ આપી સમજાવો.
માગ્યા પ્રમાણે જવાબ આપો :
(a) ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ લખો. (b) મોલર દળ ની વ્યાખ્યા આપો.
3 ગુણના પ્રશ્નો :
દાખલા કરવાનાં:
કોયડો : 1.2,1.8
સ્વાધ્યાય : 1.12,1.24,1.29,1.34,1.35
થિયરીમાં:
નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો અને ડાલ્ટનના પરમાણિય સિદ્ધાંતના મુખ્ય મુદ્દાઓ.
ગુણક પ્રમાણનો નિયમ અને ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ સમજાવો.
સરળ ગુણક પ્રમાણનો નિયમ લખો અને તેનાં બે ઉદાહરણો આપી સમજાવો. આ નિયમ પરમાણુનું અસ્તિત્વ કેવી રીતે દર્શાવે છે તે જણાવો.
જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજનો બનાવે છે ત્યારે એક તત્વના દળ, બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ સાથે જોડાય છે તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે.
(a) આ વિધાન સાચું છે?
(b) જોડા તો કયા નિયમ મુજબ ?
(c) આ નિયમ સાથે સંકળાયેલું એક ઉદાહરણ આપો.